Site icon ચક્રવાતNews

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા યોગ સ્પર્ધા યોજાઈ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા પણ યોગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.‌ જેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા. સુર્યનમસ્કાર, નૌકાસન અને વૃક્ષાસન જેવી યોગ પ્રવૃત્તિઓમાં ૩૦ સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ઉત્તમ યોગ ક્ષમતા પ્રતિભાનું પ્રદર્શન કર્યું.

સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતિય પુરસ્કાર આપવામાં આવ્યા, અને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. યોગ ભગાડે રોગ તેવા હેતુથી યોગ સાથો સાથ તણાવ થઈ મુક્તિ અપાવતા અને શરીર, જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરતા અને ભારત સહીત વિશ્વમાં જાણીતા એવા લાફ્ટર યોગાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના તણાવથી મુક્તિ મેળવી હળવાશનો અનુભવ કર્યો હતો

ભારતીય ઋષિ મુનિયોની પરંપરા અને આજે વિશ્વના ફલક પર પહોંચેલા યોગ, યોગાસન માટેના કાર્યક્રમમાં લોક જાગૃતિ માટે થતા રહે તે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ખુબ જરૂરી હોવાનું આયોજકોની યાદીમાં જણાવાયુ છે.

Exit mobile version