Site icon ચક્રવાતNews

મોરબીની નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉ.વ.૫૨) રહે. જીવરાજ પાર્ક સોસાયટી સાઇન્સ કોલેઝ પાછળ મફતીયા પરા મોરબીવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version