Site icon ચક્રવાતNews

પ્રકૃતિ પ્રેમીઓ માટે રાહતદરે રોપાઓ નું વિતરણ :- કર્તવ્ય જીવદયા કેન્દ્ર

મોરબી તથા આસપાસ નાં તમામ પર્યાવરણ પ્રેમી મિત્રો માટે અલગ અલગ પ્રકાર ના ઔષધીય રોપા નું રાહત ભાવ થી વિતરણ નીચે મુજબ કરવા માં આવશે.


આપડે દર વર્ષે મોરબી નાં લોકો ને આયુર્વેદ તરફ આગળ વધારવા માટે ઔષધીય રોપાઓ જૂનાગઢ તથા તેના આસપાસ ના એરિયા માંથી ખરીદી ને મોરબી નાં લોકો માટે આપડા કર્તવ્ય જીવદયા કેન્દ્ર એ થી રાહત ભાવ થી રોપાઓ નું વિતરણ કરવા માં આવે છે. તો આ વર્ષે પણ નીચે લીસ્ટ મુજબ નાં રોપાઓ આવી ગયા છે.

હરડે,બહેડા,લીંડી પીપર વેલ,સિંદુરી, સાદડ અર્જુન,ફાલસા, રગત રોહિદો,આસિત્રો કરમદા,કોઠા,આંકોલ,પુત્રજીવા,ચરેલ,કાચનાર,ચણોઠી,અરીઠા, શિવલિંગી,સીસમ,અશોક,ખાખરો,ફણસ, વિકડો, માલણ,આમળા, પબડી ,કડાયો,એલોવેરા, ઓક, પારિજાત,કપિલો,નગોડ, બ્રાહ્મણી વેલ, અરડૂસી, ગૂગળ,

એક ઔષધીય રોપા ની ટોકન કિંમત માત્ર 20 રૂપિયા રેહસે.

આવતી ૧૦ તારીખ ને રવિવારના રોજ સવારે ૮ થી ૧ વાગ્યા સુધી ઘુનળા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે કરવામાં આવશે.

Exit mobile version