મોરબી: નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની બંને બ્રાન્ચના એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું.
આ ઉપરાંત સ્કૂલના બાળકોના મમ્મી અને પપ્પા એ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કહ્યું હતું અને આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ બીનાબેન, વિભાબેન અને કોઓર્ડીનેટર રશ્મિબેન અને હેતલબેનના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રમુખ કાંજીયા, રંજનબેન કાંજીયા શિક્ષણ વિભાગના વડાલિયા ગરચર, જીતુભાઇ એરવાડીયા, જીલેશભાઈ કાલરીયા, શાળા સંચાલક મંડળમાંથી નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, યોગેશભાઈ ઘેટીયાએ ઉપસ્થિત રહી સ્ટાફ અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો.