નવી આશા: ગાંધીનગર ખાતે મોરબી સિરામિક એસો. દ્વારા ગુજરાત ગેસના MD સાથે બેઠક યોજી
Morbi chakravatnews
મોરબી: આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના MD મીલીંન તોરવણે સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ દ્વારા હાલમા આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ ઘટી ગયા હોવાથી રૂ. ૮.૦૦ થી ૧૦.૦૦ ગેસના ભાવ ઘટાડવા બાબતે રૂબરૂ બેઠક મળી હતી જેમાં ગેસના ભાવમાં ઘટાડાની ખાતરી અપાઈ હતી.
મળતી માહિતી મુજબ આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના MD મીલીંન તોરવણે સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પુર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દૃારા હાલમા આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ ઘટી ગયા હોવાથી રૂ. 8 થી 10 નો ગેસના ભાવ ઘટાડવા બાબતે ચચાઁ વિચારણા કરી, જેમા MD દ્વારા આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને સારો એવો ભાવ ઘટાડો કરવાની ખાતરી આપેલ.
તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી નીચા ભાવથી ગેસ મળી રહે તે માટે લોંગ ટર્મના ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચચાઁઓ કરેલ, જે બાબતે ગુજરાત ગેસ MDના જણાવ્યા મુજબ લોંગ ટર્મ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરશે તેવી ખાતરી આપી હતી.