Site icon ચક્રવાતNews

આગામી ૧૭ એ રઘુવંશી સમાજ દ્વારા મહાસંમેલન યોજાશે

મોરબીમાં આગામી ૧૭ જુલાઈના રોજ રઘુવંશી સમાજનું મહાસંમેલન મળશે.


વિવિધ સમાજ દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાય તે માટે સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે.આ અંગે સમસ્ત રઘુવંશી સમાજની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તા. ૧૭/૦૭/૨૦૨૨, રવિવારને સાંજે ૫-૦૦ કલાકે કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ ખાતે રઘુવંશી સમાજનું મહાસંમેલન મળશે. આ સંમેલનમાં સર્વે જ્ઞાતિજનો માટે ‘મહાપ્રસાદ’નું આયોજન પણ કરાવામાં આવ્યું છે. નોંધનીય છે કે મોરબી ખાતે યોજનાર આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Exit mobile version