મોરબીના જુના આરટીઓ પાસે ગઈકાલે પુલ પરથી કોઈ યુવક જંપલાવ્યું હોવાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જેહમત બાદ મચ્છુ નદીમાથી આજે વહેલી સવારે વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૨) રહે. વિજયનગર રોહીદાસ પરા પાછળ મોરબીવાળાનો મૃતદેહ મળી આવતા જે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.