મોરબીના પંચાસર રોડ પર વજન કાંટા બનાવતા ગોડાઉનમાં લાગી આગ
Morbi chakravatnews
મોરબી: મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતામીલની બાજુમાં અતારી સ્કેલમા વજન કાંટા બનાવતા ગોડાઉનમાં આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતામીલની બાજુમાં અતારી સ્કેલમા વજન કાંટા બનાવતા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટના અંગે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાથી પીજીવીસીએલનો કોન્ટેક્ટ કરી પહેલા મેઈન લાઈન બંધ કરી આગ પર પાણીનો મારો ચલાવી બે કલાક સુધી સતત પાણી મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની સુઝબુઝને કારણે સદનસીબે જાનહાનિ ટળી હતી.