Site icon ચક્રવાતNews

PGVCL ની બેદરકારીના કારણે વિજવાયર તુટી પડતાં ખેતરમાં લાગી આગ

અંદાજે પાંચ વિઘા નાં ઘઉં બળી નેં થઈ ગયાં ખાખ

પીજીવીસીએલ ની બેદરકારીના કિસ્સા ઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના ટીકર ગામે પીજીવીસીએલની બેદરકારીના પાપે વિજલાઇન તુટી પડવાની ઘટના બનતા ખેતરમા ઘઉંના ઉભા પાકમાં આગ ભભૂકી ઉઠવાની ઘટના બની હતી આ આગ લાગતાં ખેડૂત નો અંદાજીત પાંચ વિધાના ઘઉંનો તૈયાર પાક અગામાં બળી નેં ભસ્મ થઈ જતા ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.જાણવા મળતી માહિતી મુજબ ટીકરના ખેડુત ખોડીદાસભાઈ ચતુરભાઈ પટેલની વાડીમાથી પસાર થતી વીજ લાઇનમાંથી એકાએક જીવંત વીજ વાયર તૂટી ખેતરમાં પડતા ઘઉંનો ઉભા પાકમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે આખા ખેતરને બાનમાં લેતા પાંચ વિધાના ધંઉનો પાક આગમાં શ્વાહા થયો હતો. પીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતને મોં માં આવેલ કોળોયો છીનવાઇ જતા લોકોમા આક્રોશ છવાયો હતો. બીજી તરફ બાજુના ખેતરમાં ઘઉં ઉપાડવાનું કામ ચાલુ હોવાથી આગ કાબુમાં આવી હતી અને બીજા ખેતરના પાકને બચાવી લેવાયો હતો. આ અંગે જાણ થતાં ગામના ધર્મેન્દ્રભાઇ પટેલ, પૂર્વ સરપંચ ગણેશભાઈ સહિતના ગામના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Exit mobile version