મોરબી: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા હળવદ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયાની બદલી મોરબી ખાતે કરી લીવ રિઝર્વમાં મુકવામા આવ્યા છે. તેમજ હળવદ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલને સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા હળવદ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયાની બદલી મોરબી ખાતે કરી લીવ રિઝર્વમાં મુકવામા આવ્યા છે. તેમજ હળવદ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલને સોંપવામાં આવ્યો છે. તેમજ મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલાનાઓને વહિવટી કારણોસર કંટ્રોલ રૂમ(લીવ રીઝર્વ), મોરબી ખાતેથી I.U.C.A.W., મોરબી ખાતે નિમણુંક કરવામાં આવે છે. જ્યારે પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.વ્યાસ, લીવ રીઝર્વ, મોરબીનાઓને IUCAW, મોરબીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.