Site icon ચક્રવાતNews

મોરબીના પીપળી ગામ પાસે કારમાંથી દારૂની 48 બોટલો સાથે બે શખ્સની ધરપકડ 

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં જેતપર થી મોરબી રોડ શિવ પાર્ક સોસાયટીની સામે રોડ ઉપર સફારી કારમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિં રૂ. ૬૨,૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૩,૭૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી સફારી કાર રજીસ્ટર નંબર -જીજે-૦૫-સીપી-૧૭૩૪ વાળીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ.૬૨,૪૦૦ તથા કાર કિં રૂ. ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૭૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મુન્નો રૂગનાથભાઇ એરણીયા (ઉ.વ.૩૫) રહે-શિવપાર્ક -૦૨ પીપળી તા.જી.મોરબી તથા દર્શનભાઇ ઉર્ફે લાલો કનુભાઇ વરણીયા (ઉ.વ.૩૦) રહે. શિવપાર્ક -૦૨ પીપળી તા.જી. મોરબીવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version