પીપળીયા ચાર રસ્તે ઈસમ દ્વારા માથાના ભાગે ઘા મારી કરાઈ યુવકની હત્યા
Morbi chakravatnews
માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે એક ઈસમ દ્વારા યુવકને માથાના ભાગે તેમજ નાકના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી. તેમજ તેમનું મોત નિપજવા આવ્યું હતું ત્યારે મૃતકના ભાઈ દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક લેરાજી ચમનજી બલોધણા (ઉ.વ.આ.૩૫ રહે.અસાણા જી.બનાસકાંઠા ) વાળા પીપળીયા ચોકડી પાસે રાધે ક્રિષ્ના ઓટો પાટૅસની સામે રોડની સાઇડમા જતા હોય ત્યારે આરોપી દિનેશભાઇ વરસંગભાઇ રજપુત દ્વારા ત્યાં આવી કોઈ કારણોસર તેમને માથાના ભાગ પર તેમજ નાકના ભાગ પર કોઈ હથિયાર વાળી ગંભીર ઈજાઓ કરેલ હોઈ અને તેમનું મોત નીપજાવી હોઈ. તેવી ફરિયાદ મૃતકનાં ભાઈ હિરાજી ચમનજી બલોધણા દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.