Site icon ચક્રવાતNews

મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામેથી 11 વર્ષના સગીરનું અપહરણ

મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામેથી કોઈ અજાણ્યો શખ્સ યુવકનો 11 વર્ષના સગીરનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના દીકરા યશ ઉર્ફે ધવલ ગોપાલભાઈ રાઠોડ ઉવ.૧૧ વર્ષ વાળાને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version