Site icon ચક્રવાતNews

ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ભાવનગર જેલ હવાલે કરાયો 

ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી આરોપીને ટંકારા પોલીસ દ્વારા ભાવનગર જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રામનારાયણ મોબતારામ કાકડ (ઉ.વ.૨૭) રહે ચૈનપુરા ગામ બાગુડો કી ઢાણી તા. ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાનવાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની અટકાયત કરવા માટે ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી આરોપીની અટક કરી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

Exit mobile version