મોરબી જિલ્લાના 52 રેવન્યુ ક્લાર્ક–તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ
Morbi chakravatnews
મોરબી: મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ ૫૨ રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-૩ તરીકે બઢતી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન વર્ગ-૩ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-૩ તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આ પ્રકારના ૫૨ કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવેલ છે.