Site icon ચક્રવાતNews

રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, પ્રકાશ જાવડેકરે આપી માહિતી.

51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડનું એલાન થઇ ગયું છે. સિનેમાના ‘થલાઇવા’ અભિનેતા અને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને 51 મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. એક અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક તરીકે તેમનું યોગદાન આઇકોનિક છે.” રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યાં છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. આ વખતે આ નિર્ણયાક જ્યુરીએ આ નિર્ણય લીધો છે. આ જ્યુરીમાં આશા ભોંશલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ધાઇ આ પાંચ જ્યુરીએ બેઠક કરીને એકે મતથી મહાનાયક રજનીકાંતને આ એવોર્ડ આપવાનું ભલામણ કર્યું. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે દાદા સાહેબ ફાળકેએ 1913 માં પહેલુ ફિલ્મ રાજા હરીશચંદ્ર બનાવ્યું હતું. ત્યાર બાદ દાદા સાહેબ ફાળકેના મૃત્યુ બાદ આ એવોર્ડ તેના નામ પરથી રાખવામાં આવ્યો અને આજ સુધી 50 વખત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રજનીકાંતે એકથી એક ચઢિયાતી ફિલ્મ કરી છે. સાઉથથી લઈને બૉલીવુડ સુધી તેમની ઝલક કાયમ જોવા મળે છે. રજનીકાંતની પ્રખ્યાત ફિલ્મની વાત કરીએ તો દરબાર, 2.0, ધ રોબોટ, ત્યાગી, ચાલબાઝ, અંધ કાનૂન, કબાલી, દોસ્તી દુશ્મની વગેરે જેવી ફિલ્મો કરી છે.

Exit mobile version