રાજકોટ: પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો
Morbi chakravatnews
રાજકોટ ખાતે પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ શ્રી ઝાલાવાડ ઔદીચ્ય બ્રહ્મ સમાજ ભગની મંડળ દ્વ્રારા આયોજન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટીમ પગભરનો જે મુખ્ય ઉદેશ પ્લાસ્ટિક ફ્રી પેડ્સ અને મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે અને સમાજની તરૂણી સ્ત્રીઓ અને ભવિષ્યનું ભારત આરોગ્યપ્રદ અને શસક્ત બને એવો છે તે સંદેશ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. તેમજ અંતમાં આ જાગૃતા કાર્યક્રમમાં ભગની મંડળના સુરભી બેન આચાર્યનો ટીમ પગભરને ભરપુર સાથ અને સહકાર મળ્યો જેથી આ જગૃત્તા સેમીનાર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
જ્યારે ભવિષ્યમાં માસિક સ્ત્રાવ અને માસિક સ્વચ્છતાના જાગૃત કાર્યક્રમ કરવા માટે ટીમ પગભરના સંપર્ક નંબર- ૯૯૦૯૪ ૮૭૮૮૭ પર સંપર્ક કરવો.