રાજનગરમાં જુગાર રમતા ઇસમો પર પોલીસની રેઇડ, સાત ઝડપાયા
Morbi chakravatnews
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતની મળી હોય કે પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી પાછળ નાની કેનાલ રોડ પર મહાવીર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જુગાર રમતા
(૧) જયેશભાઇ પ્રભુભાઇ સનીયારા
(૨) દુલેરાઇભાઇ જીવરાજભાઇ અંબાણી
(૩) કૌશીકભાઇ બેચરભાઇ ભોરણીયા
(૪) કલ્પેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા
(૫) મનોજભાઇ કાંતીભાઇ સવસાણી
(૬) જયેશભાઇ દેવજીભાઇ ભોરણીયા
(૭) દેવશીભાઇ દેવાનણભાઇ પીઠીયા
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ રૂપીયા-૪૧,૩૦૦/- કબ્જે કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટક કરવામાં આવી છે.