Site icon ચક્રવાતNews

મોરબીના રાજપર ગામે ગૌ માતાના લાભાર્થે તા.16મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક ભજવાશે

મોરબી: મોરબીના રાજપર ગામે તા. ૧૬ ઓક્ટોબરે ગૌ – માતાના લાભાર્થે પૃથ્વીરાજ ચૌહાણનુ નાટક ભજવવામાં આવશે.

મોરબી તાલુકાના રાજપર ગામે નિરાધાર ગૌ માતાના લાભાર્થે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણનુ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપર ગામે પૃથ્વીરાજ ચૌહાણ મહાન ઐતિહાસિક નાટક તારીખ -૧૬-૧૦-૨૦૨૩ ને સોમવારના રોજ સમય રાત્રી ૯:૩૦ કલાકે રાજપર ગામ ખાતે નાટક ભજવાશે.

તેમજ ખાસ કોમેડી શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રખ્યાત કોમેડીયન ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી તથા રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો લોકોને પેટ પકડાવીને હસાવશે.

તેથી ધર્મના આ મહાન કાર્યમાં સહભાગી થવા સૌ ગૌ- ભક્ત -દિલેર દાતાઓને સહભાગી થવા પધારવા સમસ્ત રાજપર ગામ તેમજ રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાર્કિંગ વ્યવસ્થા પટેલ સમાજવાડી રાજપર ખાતે રાખેલ છે.

Exit mobile version