રાજ્યમાં ડીઝલ ચોરી કરતી ગેંગના ચાર શખ્સોને દબોચી લેતી મોરબી તાલુકા પોલીસ
Morbi chakravatnews
રાજ્યમાં ડીઝલ ચોરી કરતી ગેંગ દ્વારા મોરબીના મકનસર ગામની સીમમાં એક ટ્રક અને આઇસરની ટાંકીમાથી ડીઝલ ચોરી કરી હતી જે ગુન્હાનો ભેદ ઉકેલી કુલ કિં રૂ. ૩,૬૧, ૪૫૦ ના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
તેમજ પોલીસે આરોપીઓ પાસેથી એક નંબર વગર ની બલેનો કાર કી.રૂ.૩,૫૦,૦૦૦/, ખાલી પ્લાસ્ટિક ના કેરબા નંગ-૧૧ કીરૂ ૫૫૦/, નાના મોટા ડીસમીસ નંગ-૦૪ કીરૂ ૪૦૦/, એક પકડ કીરૂ ૧૦૦/-, નાના મોટા પાના નંગ-૦૪ કીરૂ ૪૦૦/, બે એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૨ કી. રૂ ૧૦,૦૦૦/-ડીઝલ કાઢવાની પ્લાસ્ટિક ની પાઇપ મળી કૂલ મુદામાલ કીરૂ ૩,૬૧,૪૫૦/નો મુદ્દામાલ કબજે કરેલ છે.