Site icon ચક્રવાતNews

મોરબી : રણછોડનગર માંથી દારૂના જથ્થા સાથે ૪ પકડાયા

મોરબી એલસિબીની ટીમ દ્વારા મોરબીના રણછોડનગર માંથી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

મોરબી એલસીબીને ખાનગી રહે બાતમી મળી હતી કે મોરબીનાં રણછોડનગર વિસ્તારમાં ઇસમો દારૂનો મોટો જથ્થો વેચવા માટે રાખેલ હોઈ ત્યારે મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ચાર આરોપીઓ દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.

હકીકત વાળી જગ્યા પર થી ચાર આરોપીઓ મેહુલભાઈ પૂજારા, સગરભાઈ પલાણ, જલ્પેશભાઇ કંસારા ઉર્ફે જપો ખાખી અને ભરતભાઈ રબારી ને મેકડોવેલ્સ નંબર ૧ સૂપિરિયર વ્હિસ્કી ની ૮૩ બોટલ કી.રૂ. ૩૧,૧૨૫/- સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

Exit mobile version