મોરબીના રંગપર નજીક થી કારમાં ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એક ઇસમની અટક
Morbi chakravatnews
મોરબી તાલુકા પોલીસ ટીમ હોળી ધુળેટી તહેવારને અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના રંગપર ગામ નજીક તથાસ્તુ સીરામીક સામે શંકાસ્પદ હાલતમાં નીકળેલ બ્રેઝા કાર રજી.નં. જીજે-૩૬-એજે-૭૬૭૧ વાળીને અટકાવી તેમાં ચેકીંગ હાથ ધર્યું હતું,
ત્યારે બ્રેઝા કારના ચાલકની સીટ નીચે રાખેલ થેલામાંથી વિદેશી દારૂની પાંચ નંગ બોટલ કિ.રૂ.૩,૪૩૦/- મળી આવી હતી. આ સાથે તાલુકા પોલીસે આરોપી ગોવિંદભાઇ ઉર્ફે રાજુભાઇ ગોરધનભાઇ જીતીયા ઉવ.૩૦ રહે.મોરબી ઇન્દીરાનગર વાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વિદેશી દારૂ તથા બ્રેઝા કાર સહિત ૫,૦૩,૪૩૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.