Site icon ચક્રવાતNews

રવાપર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસેથી દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબીના રવાપર ગામ પાસે એસ.પી. રોડ ક્રિષ્ના સ્કુલ નજીક જાહેર રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ગામ પાસે એસ.પી. રોડ ક્રિષ્ના સ્કુલ નજીક જાહેર રોડ પર આરોપી ચિરાગભાઈ મનસુખભાઇ જાલરીયા (ઉ.વ.૨૭) રહે. તુલસીપત્ર સામે શિવાલય હાઇટસ ઘુનડા રોડ મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટા વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૧૦૦ તથા કાર કિં. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૦૧૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ભાવેશભાઈ ફેફર રહે. રવાપર રેસીડેન્સી મોરબીવાળાનુ નામ ખુલતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version