Site icon ચક્રવાતNews

હળવદના રાયધ્રા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આરોપીની વાડીના શેઢેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આરોપી સહદેવભાઈ ભરતભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા ગામ તા. હળવદ વાળાની કબ્જા ભોગવટા વાળી વાડીના શેઢે બાવળની કાંટમાથી ઈંગ્લીશ દારૂ વોડકાના ચપલા નંગ -૯૫ કિં રૂ. ૯૫૦૦ તથા વિસ્કીના ચપલા નંગ -૯૫ કિં રૂ. ૯૫૦૦ તથા વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ. ૨૪૫૦ મળી કુલ કિં રૂ.૨૧૪૫૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સહદેવભાઈ ભરતભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા ગામ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version