Site icon ચક્રવાતNews

વૈશ્વિક બજાર માં ટ્રેડ સેટલમેન્ટ ભારતીય રૂપિયામાં કરી શકાશે. આરબીઆઇનો મોટો નિર્ણય.

વૈશ્વિક બજારમાં હાલ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે. હાલ એક ડોલર સામે ભારતીય રૂપિયાનો ભાવ ૮૦ રૂપિયા થવા આવ્યો છે. ત્યારે આવા સમયે ભારતીય રૂપિયાને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.

ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના ધંધાર્થીઓ હવે વૈશ્વિક બજારમાં ભારતીય રૂપિયામાં ટ્રેડ કરી શકશે એટલે કે ટ્રેડ ઇન્વોઇસ ભારતીય નાણાં (INR) માં બનાવી શકાશે અને ફાઇનલ સેટલમેન્ટ પણ ભારતીય રૂપિયા(INR) મા કરી શક્શે. જેના કારણે દેશના આર્થ તંત્રને તેમજ વૈશ્વિક સ્તર પર વ્યવસાય કરતા વેપારીઓને ઘણા ફાયદા થવાના છે.

શું શું ફાયદાઓ થશે ?

(૧) ભારતીય રૂપિયામાં (INR) મા ટ્રેડ ઇનવોઇસ બનાવવાથી વેપારીઓને બીજી કરન્સી સામે રૂપિયાના કિંમતમાં થતાં વ્યવહારમાં મદદ મળશે.

ઘણી વાર વ્યાપાર કર્યો હોઈ (૧ ડોલર = ૭૮) રૂપિયામાં પરંતુ ફાઇનલ સેટલમેન્ટ સમયે ડોલર નો ભાવ વધી જાય તો સેટલમેન્ટ ઉચા ભાવ પર કરવો પડે છે. પરંતુ હવે ભારતીય રૂપિયામાં ટ્રેડ શક્ય હોવાથી આ મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડશે.

(૨) વ્યવસાય કરતા દેશ પર જો અમુક પ્રતિબંધો લગાવવામાં આવે ત્યારે વ્યવસાય અટકતો નથી.

દા.ત. રશિયા પર હાલ મોટા ભાગના પશ્ચિમ દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે. અને હાલ મોટાભાગનો વૈશ્વિક વ્યાપાર ડોલરમાં થઈ છે. પરંતુ જો એ ટ્રેડ ભારતીય રૂપિયા(INR) માં થવા લાગે તો વ્યાપારીઓને પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી.

(૩) ભારતીય રૂપિયો મજબૂત થવાની શક્યતા.

સામાન્ય માંગ અને પુરવઠાના નિયમ મુજબ, જો ભારતીય રૂપિયા(INR)મા વ્યાપાર થશે તો સામે વ્યાપાર કરતા અન્ય દેશના વ્યાપારીઓ ફાઇનલ સેટલમેન્ટ માટે તેમની બેંક પાસે ભારતીય રૂપિયા (INR) ની માંગ કરશે જેના કારણે રૂપિયાનો ભાવ વધવાની શક્યતા છે.

Exit mobile version