Site icon ચક્રવાતNews

મોરબીમાં ટ્રાફિક નિયમ અને જાહેર હિતાર્થે ધ્યાનમાં લઈ લીલાપર થી ઉમિયા સર્કલનો રોડ વન વે જાહેર કરવામાં આવ્યો

મોરબી: તા. ૧૦/૧૦/૨૦૨૩ના પત્રથી મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગીક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના પુરાણા સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફીક નિયમન અને જાહેર હિતાર્થે ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમીયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રેટ તથા ઉમીયા સર્કલ થી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કૂલ વાળા રોડ વન-વે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક, મોરબી તરફથી મળેલ દરખાસ્ત મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ થી દિન-૩૦ (ત્રીસ) સુધી સવારના કલાક-૦૭/૦૦ થી રાત્રીના કલાક-૨૨/૦૦ સુધી નીચે મુજબના રોડ ઉપર વન-વે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

રોડની વિગત: લીલાપર તરફથી ઉમીયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહશે. લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસ વેર એસ.પી શેડના નાકે થી રવાપર ચોકડી થી નિર્મલ સ્કુલ થઇ ઉમીયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહશે.

તેમજ ઉમીયા સર્કલ થી ડીવાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કૂલ કાળા રોડ રૂટ વન-વે રહેશે. ઉમીયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમીયા સર્કલ થી અવની ચોકડી થી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે.

Exit mobile version