સમિતિએ હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના જુદા જુદા વિભાગોની માહિતી મેળવી
હળવદ ખાતે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ હળવદના જુદા જુદા વિભાગની માહીતી મેળવી હતી. સમિતિના પ્રમુખ અને ધારાસભ્યોએ હોસ્પિટલના ઓપીડી વિભાગ, ઓપરેશન થિયેટર, ગાયનેક વિભાગ, હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓની વિગતે જાણકારી તબીબી અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં મહેકમ કેટલું છે તેના વિશે સમિતિના સભ્યોએ વિગતે જાણકારી મેળવી હતી.
હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અપાતી રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાકીય સહાય અંગે વિગતો મેળવવા આવેલી સમિતિ હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મુલાકાત લઈને પ્રભાવિત થઈ હતી.