Site icon ચક્રવાતNews

સમાજ રત્ન ચીનુભાઈ મંજુલા ભીગીની મિત્ર મંડળ-પાલિતાણાની બહેનોએ નર્મદા બાલઘરની મુલાકાતે

સમાજ રત્ન ચીનુભાઈ મંજુલા ભીગીની મિત્ર મંડળના પ્રેસિડેન્ટ ડોલરબેન એન, કપાસી દ્વારા પાલિતાણામાં બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ વર્ગો જેવા કે સીવણ, ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી પાર્લર, મહેદી, ડ્રોઈંગ, યોગ અને કોમ્પ્યુટર વગેરે ચલાવે છે અને સમાજ સેવાનું કાર્ય કરે છે. પાલિતાણાની બહેનો અને જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે તેમણે બાલઘરની મુલાકાત લીધી અને બાલઘરમાં ચાલતા NBG Scientist અંતર્ગત 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, ડ્રોન, વર્ચુયલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેઝીક સાયન્સ, વિડિઓ પોર્ટલ, મ્યૂરલ આર્ટ વગેરે વિશે માહિતી મેળવી અને ત્યાંના બાળકો અને બહેનોને શિખવાવડવા માટે બાલઘર સાથે સહમત થયાં. 

બાલઘર દ્વારા NBG Scientist પોર્ટલ પર દુનિયાના કોઈપણ છેડે રહેલ જૈન સમાજના બાળકો પાલિતાણામાં મેળવે છે તે જ્ઞાન મેળવી શકશે.

Exit mobile version