ટંકારા ના સરૈયા ગામ પાસે વિદેશી દારૂની 11 બોટલ સાથે એક ઝડપાયો
Morbi chakravatnews
ટંકારા તાલુકાના સરૈયા ગામ પાસે આવેલી એક હોટલની બાજુમાં વિદેશી દારૂની 11 બોટલ સાથે એક શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે સાથે અન્ય એક શખ્સને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
ત્યારે સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે ટંકારા તાલુકાના સરૈયા ગામ પાસે આવેલ લક હોટલની બાજુમાં કોઈપણ આધાર કે પાસ પરમિટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલિશ દારૂની નાની બોટલો કંપની સીલપેક કાચની બોટલો જે દરેક બોટલ પર mcdonald’s નંબર વન ને 11 સીલપેક બોટલ કિંમત રૂપિયા 1562 સાથે આરોપી પ્રિન્સ મગનભાઈ ભાગ્યા ને ઝડપી પાડવામાં આવે છે સાથે અન્ય એક આરોપી ગીરીશભાઈ સંઘાણીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે