Site icon ચક્રવાતNews

સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.

મોરબી શહેર ના હાર્દસમા વિસ્તાર શનાળા રોડ સ્થિત સરદારબાગ સામે ના પાર્કીંગ માં વહેલી સવારથી શાકમાર્કેટ યોજાઈ રહી છે ત્યારે તે વિસ્તાર મા વિવિધ શાળા-કોલેજો આવેલ છે જેથી સવાર ના સમય માં ટ્રાફીકજામ તથા પાર્કીંગ ના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, તે મુદે મોરબી ની કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા માં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે રજુઆત કરવા માં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી જ્યારે સર્વત્ર વ્યાપેલ હતી ત્યારે સરકારશ્રી દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા ફરમાન કરવા મા આવ્યુ હતુ. તે સમયે મોરબી નગરપાલીકા દ્વારા શહેર ના સરદાર બાગ સામે ના પાર્કીંગ માં શાક માર્કેટ યોજવા અંગે વ્યવસ્થા કરવા માં આવી હતી. પરંતુ આજે શાળા-કોલેજો શરૂ થયા ને ઘણો સમય થયો હોવા છતાં શાક માર્કેટ મુદે પાલીકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવા માં આવેલ નથી. જેથી વહેલી સવારે ટ્રાફીકજામ ના દ્રશ્યો સર્જાય છે તેમજ તે વિસ્તાર માં વિવિધ શાળા કોલેજો તેમજ હોસ્પીટલો પણ આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓને પાર્કીંગ ની જગ્યા મળતી નથી જેથી આડેધડ વાહન પાર્કીંગ થવાથી ટ્રાફીક નો પ્રશ્ન સર્જાય છે. તે ઉપરાંત ઠેર-ઠેર કચરા ના ગંજ ખડકાતા ગંદકી ના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે તેમજ વિદ્યાર્થીઓ ના આરોગ્ય તેમજ જનઆરોગ્ય સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ પરિસ્થિતી મા વિદ્યાર્થીઓના હીત માં તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓના હીત માં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા માં આવે તે અનિવાર્ય છે. તે બાબતે મોરબી ની કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલીકા ને આવેદન આપ્યુ હતુ. મોરબી નગરપાલીકા ના અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય કરવા ખાત્રી આપી હતી

Exit mobile version