Site icon ચક્રવાતNews

સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે નિઃશુલ્ક આર્યુવેદીક મેગા કેમ્પ યોજાશે

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે તો આ કેમ્પ નો લાભ લેવા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ જાહેર જનતા ને નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર:

(1) વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, (મે.ઓ. આયુર્વેદ)
(2) વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા, (મે.ઓ. આયુર્વેદ)
(3) ડૉ. હેતલબેન હળપતિ, (મે.ઓ. હોમિયોપથી)

કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ:

# આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્ય)

# હોમિયોપથિક નિદાન, સારવાર ( વિનામૂલ્ય)

# આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન

# આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ

# હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ,

# બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન,

# હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર,

# “ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન.

આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે

તારીખ:- 5/08/2022 શુક્રવાર

સમય:- સવારે 9:00 થી બપોરે 12:30વાગ્યા સુધી

સરનામું:- સાર્થક વિદ્યામંદિર, મોરબી-2.

Exit mobile version