Site icon ચક્રવાતNews

માળિયાના સરવડ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના સરવડ ગામ પાસે સતેશ્વર હનુમાનજીના મંદિર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ વાલજીભાઈ સરડવા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના ચારેક વાગ્યા થી છયેક વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ બ્લેક કલર વાળુ જેના રજીસ્ટર નંબર – જી.જે.-૧૨-એએ-૩૯૬૦ જેની કિંમત રૂ.૧૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર દિનેશભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version