Site icon ચક્રવાતNews

શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી

મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું પર્વ ગામડે ગામડે મોટા શહેરોમાં માનો મહિમા ગરબા દ્વારા રજૂ કરવામાં આવે છે સેરિયે સેરીએ ગલી ગલીમાં ગરબીઓ સાથે માનાં પર્વની ઉજવણી થાય છે.

પરંતુ જ્યારે આજ વસ્તુને ઉજવણી શાળામાં કરવામાં આવે છે ત્યારે નાનાં નાના ભૂલકાઓ. નાની બાળાઓ શિક્ષકો સાથે ગરબા લે છે ત્યારે આનંદ અનેરો બને છે. આવી જ ઉજવણી આજ રોજ શાળામાં કરવામાં આવે જેમાં બાળકો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં મનમોહક મોહી લીધું હતું. વિવિધ ડ્રેસ સ્પર્ધા , સુંદર ગરબા ગાવામાં નંબર આપ્યા હતા , સાથે સાથે બાળકોને મનોજભાઈ મકવાણા દ્વારા બાળકોને દાબલીનો નાસ્તો કરાવી બાળકોનો ઉત્સા વધાર્યો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષકગણ નો ફાળો અમૂલ્ય હતો. આ કાર્યક્રમને શાળાના આચર્યા દ્વારા બધા જ બાળકોને અભિનદન આપ્યા હતા.

Exit mobile version