Site icon ચક્રવાતNews

માં ઉમાનું આંગણું: શ્રી ઉમિયા નવરાત્રિમાં સાતમા નોરતે ખેલૈયાના અવનવા સ્ટેપે લોકોને મંત્રમુગ્ધ કર્યા

મોરબીમાં હાલ નવરાત્રી મહોત્સવમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ભારે રંગત જમાવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ખૈલૈયાઓ મન મુકીને મોડી રાત સુધી રાસ ગરબે ઝૂમી રહ્યા છે

મોરબી માં ઘણા વર્ષો થી અનેક સામજિક કર્યો માટે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ મોરબીના ગરબા પ્રિય ખેલૈયાઓ માટે જાજરમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીના સાતમા નોરતાના દિવસે શનિવાર હોવાથી ખૂબ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા અને મોરબીનાં ખેલૈયાઓ એ પોતાના અવનવા ગરબા સ્ટેપ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

ખાસ કરી ને જાણીતા ગાયક કલાકારો અભિતા પટેલ, નારાયણ ઠાકર, ચૈતાલી છાયા, અનિરુધ આહીર, સુઝી ગૌસ્વામી, નરેશ વાઘેલા દ્વારા ફકત ગુજરાતી ગરબા ગાઈને મોરબીનાં લોકોને ઝુમાવ્યા હતા

અને આજે આઠમ નિમિતે વિશેષ મહા આરતીનું પણ અદકેરું આયોજન શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પણ આજે સામજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે

Exit mobile version