મોરબી: મોરબી બસ સ્ટેન્ડમા સફાઈ અંગે મુસાફરો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવતી હોય છે ત્યારે એસટી નીગમ દ્વારા યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં મોરબી બસ સ્ટેન્ડમા સફાઈની કામગીરીમાં કાળજી રાખવા મોરબી ડેપો મેનેજરને સુચના આપવામાં આવી હતી.
સ્વચ્છતા કેમ્પેઇનથી નિગમની સ્વચ્છતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઇનનો ભાગ બને તે માટે નિગમના તમામ ડેપો ખાતે સ્વચ્છતા અંગેની જુદી-જુદી એકટીવીટીનું આયોજન કરવા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું., જેમાં જનરલ મેનેજર(એડમ), જનરલ મેનેજર (ઓપરેશન), તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તમામ વિભાગીય નિયામક, ડી.એમ.ઈ., નાયબ ઇજનેર અને વિભાગના હેડ ક્વાટર ડેપોના ડેપો મેનેજરઓ હાજર રહ્યા હતા.
જેમાં મોરબી બસ સ્ટેશનમાં આવેલ શૌચાલય સફાઇ ન થવા બાબતે મુસાફરો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવતી હોય મોરબી બસ સ્ટેશનની સાફ સફાઇની કામગીરીમાં કાળજી રાખવા તેમજ સ્થાનિક નગરપાલિકાના પ્રશ્નો બાબતે ડેપો મેનેજરે નગરપાલિકાનો સપર્ક સાધવા જણાવવામાં આવ્યું હતું.