મોરબી સબ જેલ ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી
Morbi chakravatnews
આજ તા.૩૦-૦૮-૨૦૨૩નારોજ મોરબી સબ જેલ મોરબી ખાતે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સ્વેછીક મહિલા સંસ્થા તેમજ રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બહેનોએ પોતાના ભાઇને રાખડી બાંધી મિઠું મો કરાવી તેઓને શુભકામનાઓ પાઠવી અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને આનંદ અને લાગણીપુર્ણ સાથે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ માં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા અને તમામ જેલ સ્ટાફ અને મહિલા પોલીસ સ્ટાફ નો સહકાર રહેલ