Site icon ચક્રવાતNews

પત્રકાર સુરક્ષા કાનૂનએ પત્રકારોનો અધિકાર છે ભીખ નહીં : જિગ્નેશ કાલાવડિયા

બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ

ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં 20 થી વધુ રાજ્યોના 800 થી વધુ પત્રકારો એ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સ્તરે પત્રકાર સુરક્ષા કાનૂન ની લડતની માંગ ને મજબૂતી પ્રદાન કરી હતી.

ABPSS ના આ રાષ્ટ્રીય અધિવેશન માં દિલ્લીથી ખાસ પધારેલા વરિષ્ઠ પત્રકાર શીતલ પી .સિંહ દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂન સબંધિત વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતુ કે દેશના બે રાજ્યો તમિલનાડુ અને છત્તીસગઢ માં પૂર્ણ સ્વરૂપનો પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરી દેવામાં આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર માં આંશિક રીતે આ કાયદો અમલમાં છે ત્યારે દેશના બાકીના રાજ્યોએ પણ પત્રકારો નિર્ભિક રીતે કામ કરી શકે તે માટે પત્રકાર સુરક્ષા કાનૂન તાત્કાલિક લાગુ કરવો જોઈએ. સુનિલસિંહ બઘૈલ(વ્યાપમ કૌભાંડ ખુલ્લું કરનાર મધ્ય પ્રદેશ ના વરિષ્ઠ પત્રકાર), શંકર પાંડે, વિશ્વેશ ઠાકરે, અકીલ ખાન, બિલાસપુર પ્રેસ ક્લબ અધ્યક્ષ દિલીપ યાદવ, રાયપુર પ્રેસ ક્લબ પ્રતિનિધિ સુધીર તંબોલી, પિજેઆઈ પ્રેસિડેન્ટ ખાલિદ કેશ,પુષ્પા રોકડે, નીતિન સિન્હા, સુનિલ ચૌધરી સહિતનાં વરિષ્ઠ પત્રકારો એ પત્રકાર સુરક્ષા કાનૂન સબંધિત પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ તકે ખાસ ઉપસ્થિત ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે પત્રકાર સુરક્ષા કાનૂન એ પત્રકારો ની વાજબી માંગ છે અને તે પત્રકારો નો અધિકાર છે કોઈ ભીખ નથી.તેઓએ આ તકે પત્રકારો ની એકતા પર ભાર મૂકી જણાવ્યું હતું કે આપણે જો એક રહીશું તો આપણે જ આપણી સુરક્ષા કરવા માટે સક્ષમ છીએ પરંતુ આપણી અંદરોઅંદર ની લડાઈ રાજનેતાઓ અને અધિકારીઓ ને મોકળુ મેદાન પૂરું પાડે છે. તેઓએ કહ્યું હતું કે કોઈ પત્રકાર નાનો કે મોટો હોતો નથી તેમનું કામ જ તેમની મહત્તા નક્કી કરે છે. આજ સુધીમાં જેટલા પણ મોટા કૌભાંડ થયા છે તે કહેવાતા નાના બેનર ના પત્રકારો એ બહાર પડ્યા છે. જિગ્નેશ કાલાવડિયા એ સાતમા અધિવેશન માં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ તરીકે આગળ વધારવાની પત્રકારો ને હાકલ કરી હતી અને ટૂંક સમયમાં દિલ્હી ખાતે આ વિષય ને લઈને વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.રાષ્ટ્રીય અધિવેશન નું સમગ્ર આયોજન છતીસગઢ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અધિવેશન દરમિયાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાકેશપ્રતાપ સિંહ પરિહાર દ્વારા “છતીસગઢ મીડિયા કર્મી સુરક્ષા કાનૂન” માં સંશોધન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત તમામ પત્રકારોએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું.

અધિવેશન ના પ્રારંભે સ્ક્રીન પર આજ સુધીમાં શહીદ થયેલા 168 પત્રકારો ની યાદી રજૂ કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ પત્રકારોએ તેમને બે મિનિટ મૌન રહી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો, મંડલ અધ્યક્ષો, મંત્રીઓ સહિત અનેક રાજકીય મહાનુભાવો એ પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી પત્રકારો ને આ વિશેષ આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના આ રાષ્ટ્રીય અધિવેશન માં મહા સચિવ મહેફુઝ ખાન (મહારાષ્ટ્ર), રાષ્ટ્રીય કોષાધ્યક્ષ રત્નાકર ત્રીપાઠી(ઉત્તર પ્રદેશ), ગોપાલ સિંહ ઠાકુર (ઉત્તર પ્રદેશ),રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલશાદ ખાન (મહારાષ્ટ્ર), રાષ્ટ્રીય સચિવ સરોજ જોશી (મધ્ય પ્રદેશ), રાષ્ટ્રીય સચિવ સુનિલ ચૌધરી(ઉત્તર પ્રદેશ),શેખ રઈશ (રાષ્ટ્રીય સચિવ, રાજસ્થાન), શીતલ સિંહ (નવી દિલ્હી), અજય પ્રતાપ નારાયણ સિંહ (પ્રદેશ અધ્યક્ષ ઉત્તર પ્રદેશ),મયુરદાન ગઢવી (પ્રદેશ અધ્યક્ષ ગુજરાત), નિતીકા રાવ (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્ર), નરેન્દ્ર નરેલા (પ્રદેશ અધ્યક્ષ મધ્યપ્રદેશ) દિનેશ સ્વામી (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હરિયાણા), મનમોહન સિંહ (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ રાજસ્થાન), હર હર શંભુ ચૌધરી (પ્રદેશ અધ્યક્ષ ઓરિસ્સા), આશા યાદવ (પ્રદેશ અધ્યક્ષ દિલ્લી), મનોજ કુમાર સિંહ (પ્રદેશ અધ્યક્ષ બિહાર),વિપિન કુમાર ( પ્રદેશ અધ્યક્ષ પશ્ચિમ બંગાળ), અમન ખાન (પ્રદેશ અધ્યક્ષ કર્ણાટક), શરાફત અલી (ફાઉન્ડર મેમ્બર)સહિત ના ABPSS ના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને સેંકડો પત્રકારોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

Exit mobile version