Site icon ચક્રવાતNews

સ્વદેશી જાગરણ મંચના મોરબી જીલ્લા સહ સંયોજક તરીકે શિવાંગભાઈ નાનકની નિમણુંક 

સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનની ગુજરાત પ્રદેશની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી.

જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશના જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં વિવિધ જિલ્લાઓ ની જવાબદારીની ઘોષણાઓ કરવામાં આવી હતી. તેમાં મોરબી જિલ્લા સહ સંયોજક તરીકે શિવાંગભાઈ નાનકને જવાબદારી આપવામાં આવી હતી. તેઓ એ પૂર્વમાં ABVP મોરબી ભાગ સંયોજક, નગર મંત્રી, નગર સહ મંત્રી, સહ કેમ્પસ પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલી છે અને તેઓ હાલ LLB માં અભ્યાસ કરી રહયા છે.

Exit mobile version