મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગીતાબેન નવઘણભાઇ દલસાણીયા ઉ.વ.૩૭ વાળા પોતાના પતિ બે દિવસથી કામની ઉપાધીમા જમતા ન હોય જેથી જમવાનુ કહેતા તેના પતિ જમતા ન હોય જેથી મનમા લાગી આવતા પોતાની મેળે જ વાડીએ પડેલ કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.