Site icon ચક્રવાતNews

ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રીનાં પુત્ર જય કક્કડે SSC બોર્ડમા ૯૨.૧૬% મેળવી પરિવાર નું ગૌરવ વધાર્યું

ટંકારા: ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રી તેમજ સામાજિક કાર્યકરના પુત્ર જય ધર્મેન્દ્રભાઇ કક્કડે એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૭.૯૫ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૨.૧૬% મેળવી માતા પિતા તથા એમ.પી. વિદ્યાલય ટંકારા સ્કુલનુ ગૌરવ વધાર્યું છે. બોર્ડ એક્ઝામમાં ઉચ્ચ સફળતાથી પરિજનો અને પરિચિતો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે . જય એ સફળતા પાછળ અથાગ મહેનત સાથે માતા પિતા નો સતત સહકાર અને હૂફ, તેમજ શાળાના સ્ટાફગણ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને પ્રોત્સાહનને સફળતા માટેનું કારણ બતાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version