ટંકારા પંથકમાં માથાભારે ઈસમનું ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી
Morbi chakravatnews
મોરબી જીલ્લા પોલીસ દ્વારા માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ટંકારા પંથકમાં માથાભારે ઈસમનું ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા માથાભારે ઇસમ વિરુદ્ધ ટંકારા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર મમા અવાર નવાર ગુના કરવાની ટેવ ધરાવતા માથાભારે ઇસમ રોહિત નાનજીભાઈ ફાગલીયા રહે. વાછકપર ટંકારાવાળાએ કરેલ ગેર કાયદેસર વીજ જોડાણ ચેક કરવાં રાજકોટ પી.જી.વિ.સી. એલ. રોણકી સડીના જુનિયર ઈજનેર ડી બી પરમાર તથા ટંકારા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધારવામાં આવેલ જેમાં ગેર કાયદેસર જોડાણ મળી આવતા આસામી વિરુદ્ધ ઇલેક્ટ્રિકસીટી એક્ટ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વીજ ચોરી નોં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.