ટંકારા: બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રાથમિક શાળામાં શિવ સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ડિજિટલ યુગમાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાયને આપણા ધાર્મિક મૂલ્યોને ભૂલતા જાય છે. મોબાઈલના અતિશય ઉપયોગથી બાળકો પણ ડિજિટલ બનતા જાય છે. એવા સમયે આપણા ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપવું એ એક શિક્ષક તરીકેની પહેલી ફરજ છે. અને આપણી પ્રાચીન પરંપરાને ઉજાગર કરવા અને બાળકોને માહિતગાર કરવા ભૂતકોટડા પ્રાથમિક શાળામાં કક્કા સ્વરૂપે શિવની સ્તુતિ કરવામાં આવી. તેમજ બાળકોને પ્રાર્થનામાં શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને શિવ મહિમાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.