Site icon ચક્રવાતNews

ટંકારાના મિતાણા ગામે આધેડને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો 

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે આધેડ તેમના ઘરમાં રસોઇ બનાવવા બાબતે બોલાચાલી કરતા હતા ત્યારે આરોપી આધેડના ઘરે જઈ તમો કેમ દેકારો કરો છો તેમ કહી આધેડને તથા સાહેદને ગાળો આપી લાકડી વડે ફટકાર્યા હોવાની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા શૈલેષભાઈ નથુભાઈ પારઘી (ઉ.વ.૪૫) એ આરોપી કેશરબેન ધનજીભાઈ પારધી તથા કેશરબેનનો દિકરો યોગેશ રહે. બંને મીતાણા ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેના ઘરમાં રસોઇ બનાવવા બાબતે બોલાચાલી કરતા હતા ત્યારે આરોપીઓ ફરીયાદીના ઘરે જઈ કહેલ કે તમો કેમ દેકારો કરો છો તેમ કહી ફરીયાદીને તથા સાહેદને ગાળો આપી લાકડી વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version