ટંકારાના મિતાણા ગામે પવનચક્કીમા કામ કરતી વખતે વીજ શોક લાગતા યુવકનું મોત
Morbi chakravatnews
ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં પવનચક્કીમા કામ કરતી વખતે વીજ શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કૈાશીકભાઇ રણછોડભાઇ પઢીયાર ઉ.વ-૨૩ રહે-રતનપર ગત તા-૨૩/૧૦/૨૦૨૩ ના રોજ મીતાણા ગામે સીમમાં આવેલ આઇનોક કંપની ખાતે પવનચકકીમાં કામ કરતો હતો ત્યારે ઇલેકન્ટ્રીક શોક લાગતા બેભાન હાલતમાં ટંકારાની સીવીલ હોસ્પિટલમાં સારવારમાં આવતા ઇમરજન્સી રૂમના ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.