ટંકારા પાણી બાબતે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
Morbi chakravatnews
ટંકારા: ટંકારાના ઉગમણાનાકે પાણીની નળિ બંધ કરવા જેવી નજીવી બાબતે માથાકુટ થતાં બંને પક્ષો દ્વારા ટંકારા તાલુકા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણાનાકે રહેતા અને મજુરી કામ કરતા લલિતાબેન મોહનભાઈ ચાવડા (ઉ.વ.૪૦) એ આરોપી મંજુબેન દિગુભાઈ સોલંકી તથા દિગુભાઈ કરશનભાઇ સોલંકી રહે બંને ટંકારા ઉગમણાનાકે તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત.૦૧-૧૦-૨૦૨૩ ના રોજ આરોપી મંજુબેનએ પોતાના ઘરમાંથી ફરીયાદીના ઘરની દિવાલ પાસે પાણીની નળી ચાલુ કરેલ હોય અને દિવાલમાં પાણી જતુ હોય જેથી ફરીયાદીએ આરોપી મંજુબેનને પાણીની નળી બંધ કરવાનું કહેતા આરોપી મંજુબેને ગુસ્સામાં આવી જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી, વાળ પકડી, જમીન પર પછાડી મુંઢ ઈજા કરી તથા આરોપી દિગુભાઈએ પણ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર લલિતાબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે ટંકારાના ઉગમણાનાકે રહેતા મંજુબેન દિગુભાઈ સોલંકી (ઉ.વ.૩૮) એ આરોપી લલીતાબેન મોહનભાઈ ચાવડા તથા મોહનભાઈ માવજીભાઈ ચાવડા રહે. બંને ટંકારા ઉગમણાનાક તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૧૦-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાના ઘરની બાજુમા આવેલ પોતાના પ્લોટમા શાકભાજી અને નાના રોપા વાવેલ હોય તેમા નળી થી પાણી છાંટતા હતા તે વખતે આરોપી લલીતાબેન ત્યાં આવી ફરીયાદીને કહેવા લાગેલ કે, કેમ અમારી દિવાલમા પાણી છાંટેશ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને જેમફાવેતેમ ગાળૉ આપવા લાગતા ફરીયાદીએ ગાળૉ આપવાની ના પાડતા આરોપી લલિતાબેને ફરીયાદીને વાળ પકડી, જમીનમા પછાડી મુંઢ ઈજા કરી તથા આરોપી મોહનભાઈએ પણ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મંજુબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
તેમજ બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪, ૫૦૬(૨) ,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.