Site icon ચક્રવાતNews

ટંકારા પોલીસ દ્વારા નેકનામ ખાતે લોકદરબાર નું આયોજન

ટંકારાના નેકનામ ખાતે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જનતા ના પ્રશ્નો સાંભળવા તેમજ તેનો ઉકેલ કરવા માટે ટંકારા પોલીસ પોલીસ દ્વારા નેકનામે આઉટ પોસ્ટ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક દરબારમાં આજુબાજુના ગામોના રહેવાસીઓ, સરપંચ તથા સ્થાનિક આગેવાનો મળીને કુલ ૩૦-૩૫ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમની સાથે ચર્ચા કરીને સ્થાનિક પરિસ્થિતિ અને લોકોના પ્રશ્ન તેમજ તેમને પડતી મુશ્કેલી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત સાઇબર ક્રાઇમ અને મહિલા સુરક્ષા વિગેરે બાબતોની ચર્ચા કરી તેના હેલ્પલાઇન નંબર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.વી.ગોંડલિયા તથા ટંકારા પોલીસ નો સ્ટાફ હાજર રહ્યો હતો.

 

Exit mobile version