ટંકારા પોલીસ દ્વારા સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના જયનગર થી વિરવાવ ગામ જવાના રસ્તા પર પોલીસ દ્વારા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર નંબર- જી.જે.૩૬.એ.સી ૮૧૩૧ ને રોકી તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે કાર માંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂ ની MCDOWELLS NO-1 SUPERIOR WHISKY FOR SALE IN HARIYANA ONLY લખેલ ૭૫૦ એમ.એલ. ૭૫ પ્રુફ ૪૨.૮ ટકા વી.વી.ની લખેલ ની બોટલો નંગ- ૧૧ કિ.રૂ ૩૩૦૦/- મળી આવી હોઈ ત્યારે પોલીસ દ્વારા આ તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત કારમાં હાજર આરોપી
(૧)પરાગભાઈ ભગવાનજીભાઈ ઢેઢી
(૨) સુરેશભાઈ ગણેશભાઈ કગથરા વાળાને હાથવેંત માં લેવામાં આવ્યા છે.તેનો કોરોના રિપોર્ટ કરવી અટક કરવામાં આવશે