Site icon ચક્રવાતNews

ટંકારાના વાઘગઢ ગામે વોંકળામાં ડૂબી જતાં વૃદ્ધનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વોંકળાના પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે નરેશભાઈ છગનભાઇ દલસાણીયાની વાડીએ રહેતા ફકરૂભાઈ ધનજીભાઈ બારીયા ઉ.વ.૬૦ વાળાનું વાઘગઢ ગામના વોંકળાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version