Site icon ચક્રવાતNews

ટંકારા: વતનમાં જવાની ના પાડતા સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી 

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ રોડ ઓસન કોટન જીનીગ મીલની ઓરડીમાં રેહતી સગીરાને રવી કુમાર સાથે વતનમાં જવાની માતાએ ના પાડતા સગીરાને લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ રોડ ઓસન કોટન જીનીગ મીલની ઓરડીમાં રેહતી સુનિતાબેનનો મનમેળ (મિત્રતા) તેઓની બાજુની ઓરડીમા રહેતા તેમજ ઓસન મીલમા ફીડરનુ કામ કરતા રવીકુમાર સાથે થઇ ગયેલ હોય અને રવીકુમાર પોતાના વતનામા જતા હોય જેથી સુનિતાબેનને પણ સાથે જવુ હોય જે બાબતે સુનિતાબેનની માતા દેવકીબેને સાથે જવાની ના પાડેલ અને કહેલ કે તારી ઉમર નાની છે અને રવી સાથે તારે ન જવાઇ તેમ કહેલ હોય જેથી રવી પોતાના વતનમા જતા રહેતા જે બાબતએ સુનિતાબેનને લાગી આવતા ગળેફાસો ખાઇ જતા સુનિતાબેન નામની સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version