Site icon ચક્રવાતNews

ટંકારામાં ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો ઈસમ દાંતાથી ઝડપાયો 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનમાં બોલેરો ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૩૭૯ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ ગુલાબસિંહ રાજપુત રહે. ડેડુસર તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળો હાલે બનાસકાંઠા જિલ્લાના દાંતા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાઘડાચા ગામની સીમમાં ચેક ડેમ બનાવવાની કન્ટ્રકશન સાઇડ ચાલતી હોય ત્યા હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે તપાસ કરતા બોલેરો ચોરીના ગુનામા નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ ગુલાબસિંહ ખોજરાજસિંહ સોઢા ઉ.વ.૨૮ રહે. ડેડુસર તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Exit mobile version